આજથી પુનર્વસુ નક્ષત્ર / જાણો કયું વાહન, કેટલો વરસાદ? કોની કોની આગાહી?

WhatsApp Group Join Now

આજે રાત્રે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

પુનર્વસુ નક્ષત્ર 06/07/2022 ને બુધવારે એટલે કે આજથી ચાલુ થશે, આ નક્ષત્રમાં વરસાદી માહોલ યથાવત રહે છે. પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે અને વાહન ઉપરથી જ વરસાદનો વરતારો નક્કી કરવામાં આવતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે. એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળશે.

પુનર્વસુ નક્ષત્ર લોકવાયકા:

“પુનર્વસુ ને પુષ્પ, બેય ભાયલા,
વરસા તો વરસા, વાયલા તો વાયલા”

લોકવાયકા મુજબ, જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે. એટલે આ બે નક્ષત્ર માં જોરદાર પડશે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રીઓનું છે.

આ પણ વાંચો: ચોમાસુ નક્ષત્ર 2022: ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો સંપુર્ણ માહિતી

અંબાલાલ પટેલની આગાહી:
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અંબાલાલ પટેલે ભારે વરસાદનો વર્તારો આપ્યો છે. આજે અને કાલે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે, જ્યારે 8 અને 9 તારીખ સુધીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 10 અને 15 જુલાઈ વચ્ચે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે તેમજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે.

આવતી કાલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે તેમજ 7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment