રેડ એલર્ટ: ગુજરાતમાં મેઘ ઘનઘોર, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર યથાવત છે. જ્યારે ગુજરાતથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને બંગાળની ઉત્તરપશ્ચિમ ખાડી પર અલગ હવામાન પ્રણાલી સક્રિય છે. તેમની અસર હેઠળ આસપાસના રાજ્યોમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. તેની અસરને કારણે ઓડિશા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. તેથી રાહત અને બચાવ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

આવતી કાલે નવસારી, વલસાડ, દેવભુમિ દ્વારકા અને પોરંબદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આવતી કાલે 8 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દેવભુમિ દ્વારકા, પોરંબદર, ડાંગ, સુરત, તાપી, દમણ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે સોમનાથ, નવસારી તેમજ બનાસકાંઠા NDRF ની ટીમ તૈનાત કરી દેવાઇ છે. તો બીજી બાજુ વલસાડ, સુરત, ભાવનગર અને કચ્છમાં પણ 1 -1 NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. તો રાજકોટમાં 2 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે પોરબંદરમાં SDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *