દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બે દિવસથી વરસાદે તાંડવ મચાવ્યો છે. રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અમુક અમુક વિસ્તારોમાં તો ઘરોમાં પણ ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. ત્યારે હજી પણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં બનેલી નવી લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોના ભારે વરસાદ પણ પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની વાત કરીએ તો 14 તારીખે વહેલી સવારે ગુજરાતમાં એન્ટ્રી કરશે.
ગ્લોબલ મોડેલ મુજબ, આ સિસ્ટમ દક્ષિણ કોસ્ટલ દરિયાકિનારા આજુબાજુથી પસાર થશે. જ્યારે યુરોપિયન મોડેલ આ સિસ્ટમનો ટ્રેક દક્ષિણમાં દર્શાવી રહ્યું છે. જો મોડેલ પ્રમાણે સિસ્ટમ ગુજરાતના દક્ષિણ ભાગમાંથી પસાર થશે તો મોટાભાગનો વરસાદ દરિયામાં નોંધાશે.
જો આવું બનશે તો ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદનો રાઉન્ડ આવશે.
રાજ્યમાં મેઘ મહેર ઘણી જગ્યાએ કહેર બનીને વરસી છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદથી 63 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.