ગુજરાતમાં વરસાદને પગલે સમગ્ર રાજ્ય પાણીમાં તરબોળ થઇ ગયુ છે. રાજ્યમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. હજુ આ સ્થળોએથી પાણી માંડ ઓસરવાનું શરુ કર્યુ છે. ત્યાં ફરી હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તો સૌરાષ્ટ્ર સહિત કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં આજે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે રાત્રે (12 તારીખે) સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ તેમજ મોરબી, રાજકોટ, જામનગર, દેવભુમી દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ આજે ભાવનગર, જુનાગઢ, પોરબંદર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહા અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતી કાલે 13 તારીખે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર, વલસાડ, જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ આવતી કાલે ભાવનગર, અમરેલી, ભરુચ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 તારીખે અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર, વલસાડ, ભાવનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.