સાંબેલાધાર વરસાદ/ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી આપી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. આ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આઠમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

બંગાળની ખાડીમાં બનેલ લો-પ્રેશર સિસ્ટમ હાલમાં મધ્યપ્રદેશ તરફ ગતિ કરી રહ્યું છે અને એક-બે દિવસમાં ગુજરાત ઉપર પણ આવી જશે. જેને કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

જોકે છેલ્લા 12 કલાકથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને ઘણી જગ્યાએ 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે. હજી આવનાર દિવસોમાં વરસાદનું પ્રમાણ વધશે અને ઘણા બધા વિસ્તારોમાં 100 એમએમ કરતાં વધારે વરસાદના આંકડાઓ નોંધાશે.

6 જુલાઈની આગાહી
6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે તેમજ 6 જુલાઇના રોજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે.

7 જુલાઈની આગાહી
7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે તેમજ 7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે.

8 જુલાઈની આગાહી
8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે તેમજ 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *