આજે ભારે મેઘતાંડવ: આટલાં જિલ્લા સાવધાન, ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

બંગાળની ખાડીની સિસ્ટમ હવે ઉત્તર આંધ્ર પ્રદેશના કાંઠા ઉપર આવી ચૂકી છે. આ સિસ્ટમની ઇફેક્ટથી અત્યારે મધ્ય ભારતમાં વરસાદી વાદળોની જમાવટ ભરપૂર માત્રામાં જોવા મળી રહી છે.

સિસ્ટમ ધીરે ધીરે નોર્થ વેસ્ટ તરફ ટ્રેક કરી રહી છે. જોકે સિસ્ટમનું મુવમેન્ટ ખૂબ જ સ્લો જણાઇ રહ્યું છે. તો મિત્રો એક અપર એર સર્ક્યુલેશન અરબસાગરમાં મુંબઈના કાંઠા ઉપર સક્રિય છે. આ UAC હજુ આવતા બે દિવસ સક્રિય રહેશે.

આજે પણ રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે. રાજ્યમાં ભારે વરસાદની શકયતા દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો, પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય/ પશ્ચિમ/ ઉત્તર સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારો તેમજ કચ્છ અને લાગુ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને પૂર્વ ગુજરાત લાગુ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં રહેશે.

જિલ્લા પ્રમાણે જોઈએ તો આજે ડાંગ, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ જિલ્લાનાં અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા રહેશે.

આ સિવાય પણ મધ્ય ગુજરાતના વિસ્તારો એટલે કે અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં રાત્રે સારો વરસાદ આવી શકે તેવી શક્યતાઓ છે.

હવામાનના લેટેસ્ટ ચાર્ટ મુજબ બંગાળવાળી સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યારે અરબ સાગરમાં UAC નો ટ્રફ બંગાળના લો પ્રેશરની સિસ્ટમમાં ભળી જશે. એટલે બંને એક થઈ જશે. ટૂંકમાં વરસાદની આ પેટર્ન 16 સપ્ટેમ્બર સુધી ભરપૂર માત્રામાં જળવાઈ રહેશે.

અમેરિકન મોડલ મુજબ 16 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે. જેમાં ઘણા વિસ્તારોમાં ઇંચના આંકડા ડબલ પણ જોવા મળશે.

આવતા દિવસોમાં કડાકા ભડાકા સાથેની વરસાદની ધમાકેદાર ઇનિંગ ચાલુ રહેશે. તો યુરોપિયન મોડલની લેટેસ્ટ અપડેટ મુજબ 17 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જેમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વધુ અસર રહેશે. આ વિસ્તારોમાં એવરેજ 4થી 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment