હાલ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે 9 તારીખે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના લીધે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ જુનાગઢ, ગીર સોમનાથ, દિવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદના લીધે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સિવાય પોરબંદર, રાજકોટ, મોરબી, કચ્છ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતીકાલે એટલે કે 10 તારીખે જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પોરબંદર, રાજકોટ, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય ભાવનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.