ચોમાસું કેવી રીતે આગળ વધે છે? હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું? ગુજરાતમાં ક્યારે પહોંચશે?

ચોમાસાની શરૂઆત માં જૂનમાં ઓછો વરસાદ થઈ શકે પરંતુ ચોમાસાના પાછળના ભાગમાં સારો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે. થોડા દિવસો પહેલા સ્કાયમેટે કેરળમાં 2 જૂને ચોમાસુ આવશે તેવી જાહેરાત કરી અને ભારતીય હવામાન વિભાગે 4 જૂને કેરળમાં ચોમાસુ પહોંચશે તેવી આગાહી કરી છે. ચોમાસુ કેરળમાં પહોંચ્યું તે જાહેર કરવાનો અધિકાર ભારતીય હવામાન વિભાગનો હોય છે જે કેરળમાં ચોમાસુ પહોંચશે ત્યારે તેની જાહેરાત કરશે.

ચોમાસાને જાહેર કરવા માટે અમુક પરિબળો ધ્યાનમાં લેવાતા હોય છે કે કઈ દિશામાંથી પવન વાઈ છે. ત્રણ દિવસ સુધી સતત ચોક્કસ માત્રામાં વરસાદ વરસ્યો હોવો જોઈએ જેવા પરિબળો જણાઈ ત્યારે જ ત્યાં ચોમાસુ પહોંચ્યું ગણાય અને નહીં તો તેને પ્રી મોનસુનનો વરસાદ ગણાય છે.

ચોમાસું કેવી રીતે આગળ વધે છે?
સૌપ્રથમ ચોમાસું આંદામાન નિકોબાર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં બેસે છે ત્યાંથી તે ભારતના પાડોશી દેશ શ્રીલંકા પહોંચે છે અને ત્યાંથી ધીમે ધીમે ભારતમાં પ્રવેશ કરે છે. હાલ ચોમાસું શ્રીલંકાના કિનારા આસપાસ પહોંચી ગયું છે.

ચોમાસુ ભારતમાં પ્રવેશ કરે પછી એ સતત ચાલ્યા નથી કરતું આગળ તે સક્રિય થાય પછી અમુક વિસ્તાર સુધી એક સાથે આગળ વધી જતું હોય છે. પછી પાંચથી સાત દિવસ સુધી નિષ્ક્રિય થઈ જાય એટલે કે જ્યાં પહોંચીયું હોય ત્યાં અટકી જતું હોય છે પછી થોડા દિવસ નિષ્ક્રિય રહી ને ફરી વેગ પકડે અને આગળ વધે અમુક વિસ્તાર સુધી આ રીતે અટકી અટકી ને તે ભારતમાં આગળ વધતું હોય છે.

સારા વર્ષ દરમિયાન બેથી ત્રણ તબક્કામાં જ આખા દેશમાં ચોમાસુ છવાય જતું હોય છે જ્યારે નબળા વર્ષોમાં સમગ્ર દેશમાં પહોંચવામાં પાંચથી છ તબક્કા લેતું હોય છે. ઘણી વાર આપડે જોયું જ હશે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવીને ચોમાસુ અટકી જાય પછી એક સપ્તાહથી 10 દિવસો પછી આગળ વધી ગુજરાતના બાકીના ભાગમાં પ્રવેશ કરતું હોય છે તે આ તબક્કાના લીધે જોવા મળતું હોય છે.

ગયા વર્ષે અરબીસમુદ્રનો વરસાદ તો સારો અને પૂરો પડ્યો પરંતુ બંગાળની ખાડી પરથી જે વરસાદી સિસ્ટમને મધ્યપ્રદેશ ઉપરથી ગુજરાત આવતી હોય છે તે મધ્યપ્રદેશથી સીધી ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી હતી.

આગાહી આખા વિસ્તારને અનુરૂપ સરેરાશ આપી શકાય છે કોઈ ફિક્સ લોકેશન કે ગામ કે તાલુકા પ્રમાણે ક્યારેય ન આપી શકાય. એ વાદળો આપડા ગામમાં ના વરસે અને બાજુના ગામમાં વરસે તો એમાં આગાહીનો વાંક ના કાઢી શકાય એ પછી કુદરતના હાથમાં હોઈ છે. ટૂંકમાં આગાહી વિસ્તાર પ્રમાણે હોય કોઈ ચોક્કસ લોકેશન પ્રમાણે નહીં એટલું તો આપણે જાતે સમજીને સ્વીકારવું પડે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment