અરબી સમુદ્રમાં લો પ્રેશર ક્યારે બનશે? ગુજરાતમાં વાવાઝોડું આવશે? ક્યારે?

WhatsApp Group Join Now

અરબી સમુદ્ર બાબતે આપણે સંશોધનોમાં ખૂબ પાછળ છીએ. એક પણ મોડલ કે વૈજ્ઞાનિક અરબીસમુદ્રમાં બનતી મજબૂત સિસ્ટમને બહુ વહેલા સાચી રીતે ટ્રેક કરી શકતી નથી અને સિસ્ટમ બન્યા બાદ પણ અંદાજીત ટ્રેક કરતા ઘણા ફેરફાર સાથે વાવાઝોડુ આગળ વધતું હોય છે. એટલે અગાવથી ગભરાવું પણ નહીં અને સાવ રિલેક્સ પણ ન રહેવું.

અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનશે એ ફાઇનલ છે અને આ વાવાઝોડુ જેટલું ગુજરાત નજીકથી પસાર થાય તેટલો આપણને ફાયદો કે એટલો વરસાદ વધુ વિસ્તારમાં આવશે. જો દૂર થી જાય તો તેટલું નુકશાન કે ઓછા વિસ્તરમાં વરસાદ અને ચોમાસાની તાકાત ધીમી કરી શકે છે અને જો ગુજરાત ઉપર જ આવે તો ભારે નુકસાન પણ કરી શકે છે.

આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. ૭થી ૧૦ જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણમાં પલટો જોવા મળે છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે. દેશમાં સત્તાવાર ચોમાસું બેસવાને હજી વાર છે, પરંતુ કમોસમી વરસાદ કેડો મૂકતો નથી.

અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં 4, 5 અને 6 જૂને છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. આ સાથે સાથે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે 22, 23 અને 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

તો બીજી બાજુ ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાક ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના તાપમાનમાં પણ 1થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. 24 કલાક દરમિયાન રાજ્યમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. સાથે જ અમદાવાદમાં આજે અને 4 જૂને યલો એલર્ટ જાહેર કરાયું છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment