બંગાળની ખાડીમાં લો-પ્રેશર; ગુજરાતમાં આ તારીખથી આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડશે!

WhatsApp Group Join Now

ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાડી પર લો પ્રેશર બની ગયુ છે. આ કારણે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે એટલે શુક્રવારે તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જો આ પ્રેશર વાવાઝોડામાં ફેરવાયું તો ઓડિશા, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના ઉત્તરી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

આ સિવાય પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં પણ તેની અસર થવાની ધારણા છે. ભારતના હવામાન વિભાગ (Weather Update) એ ચોમાસા અને તોફાનને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને પગલે ગુજરાતમાં 26 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે.

અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે 26થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે.

જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં તેની અસર જોવા મળશે. 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે.

અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું?

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સામાન્ય છે. આગામી થોડા દિવસોમાં ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો વરસાદ 1 જૂનથી શરૂ થાય છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં કહ્યું છે કે રેમલ વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને તે વધુ તીવ્ર થવાની સંભાવના છે. જો તે ચક્રવાતી તોફાન બનશે તો તેનું નામ ‘રેમલ’ હશે. કેટલાક લોકોનું કહેવું છે કે આ વાવાઝોડાને કારણે ચોમાસા પર પણ અસર પડી શકે છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ક્યાં ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વરસાદની અપેક્ષા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ગરમીનું રેડ એલર્ટ છે. અહીં ગરમીનું મોજું આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: ભારતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હિટ વેવ, ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

25 મે, 2009ના રોજ ચક્રવાતી તોફાન ‘આઈલા’ એ પશ્ચિમ બંગાળના સુંદરબન વિસ્તારમાં તબાહી મચાવી હતી. આ ચક્રવાતી તોફાનથી માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારો પણ બાકાત રહ્યા ન હતા.

હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે જો આ વખતે ફરી બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે તો જે દિવસે ‘આઈલા’ આવ્યું હતું તે જ દિવસે સાંજે ચક્રવાતી તોફાન ‘રેમલ’નું પણ આગમન થવાની સંભાવના છે.

જો કે આ વાવાઝોડું ક્યાં લેન્ડફોલ કરશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ ચિત્ર બહાર આવ્યું નથી, પરંતુ આ વાવાઝોડું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્યાંક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે બાંગ્લાદેશ સહિત ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શુક્રવારથી જ વરસાદ શરૂ થવાની સંભાવના છે, જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે, ઓમાને ચક્રવાતી તોફાનને ‘રેમલ’ નામ આપ્યું છે. તે અરબી શબ્દ છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment