હવામાન વિભાગનું મોટું અનુમાન; રાજ્યમાં વરસાદની ઘટ? આગામી બે દિવસ આ જિલ્લામાં ભારે વરસાદ

WhatsApp Group Join Now

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ મોડાસા, મહેસાણા, પાટણમાં પણ સામાન્ય વરસાદ રહેશે.

ઉલ્લેકનીય છે કે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં સામાન્ય વરસાદી માહોલ રહેશે. તેમજ અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, વલસાડમાં પણ વરસાદની આગાહી છે. તથા સુરત, નવસારી, આહવા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ રહેશે.

હવામાન વિભાગનું અનુમાન: રાજ્યમાં હજી પણ વરસાદની ઘટ
આ સિવાય રાજ્યમાં હજી પણ વરસાદી ઘટ હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે. ગત વર્ષે જૂન મહિનામાં 12 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે ચાલુ વર્ષે જૂન મહિનાના અંતિમ અઠવાડિયા સુધીમાં માત્ર 5.50 ટકા જ વરસાદ નોંધાયો છે.

આજે એટલે કે રવિવારે જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી દીવ, નવસારી અને વલસાડમાં તેમજ આવતી કાલે સોમવારે ડાંગ, નવસારી, વલસાદ, દમણ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અને હવામાન વિભાગ-અમદાવાદ દ્વારા 27 જૂન સુધી માછીમારો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, અલંગ, વિક્ટર, મુળદ્વારકા, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ, દહેજ સહિતના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર દક્ષિણ-પશ્ચિમ દિશાથી પશ્ચિમ દિશામાં 40થી 50 કિ.મી.ની ઝડપે ઝાપટાંવાળું હવામાન તેમજ દરિયામાં તોફાની મોજા ઉછળી શકે છે.

રાજ્યના 251 તાલુકાઓમાંથી 11 તાલુકાઓ તો હજુ પણ સાવ કોરાધાકોર છે. જ્યારે 145 તાલુકાઓમાં બે ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. માત્ર બે જ તાલુકાઓમાં સરેરાશ 10 ઈંચથી વધારે વરસાદ થયો છે. જેમાં સુરતના કામરેજ અને વલસાડ જિલ્લાના ઉમરગામનો સમાવેશ થાય છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment