મેઘો અનરાધાર/ આગામી 48 કલાક આ જિલ્લામાં રેડ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે રવિવારે આખું અમદાવાદમાં જળબંબોળ થઈ ગયું છે ત્યારે હજી પણ રાજ્યમાં રેડ એલર્ટ અને ઓરેંજ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદની સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે સંકટ હજુ ટળ્યું નથી. કારણ કે આજે પણ રાજ્યનાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

બોડેલીમાં 20 ઈંચ, જાંબુઘોડામાં 14 ઈંચ, જેતપુર પાવી અને કવાંટમાં 13 ઈંચ અને છોટા ઉદેપુરમાં 10 ઈંચ વરસાદ પડતાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી. આ સિવાય અમદાવાદ અને ડાંગના પણ વાદળ ફાટ્યા જેવી સ્થિતિને કારણે જીવનધોરણ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

આજની (11 જુલાઇની) આગાહી: આજે 11મી જુલાઈએ જુનાગઢ, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 11 તારીખે ગીર સોમનાથ, ભરુચ, સુરત અને તાપિમાં ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતી કાલની (12 જુલાઇની) આગાહી: આવતી કાલે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરુચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અનરાધાર વરસાદથી લોકોનું કરાયું સ્થળાંતર

અતિભારે વરસાદના લીધે છોટાઉદેપુરમાં 400, નવસારીમાં 550 અને વલસાડમાં 470 સહિત રાજ્યમાં 3250 જેટલાં નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે.

આ સિવાય ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા અતિભારે વરસાદના પગલે ગામો બેટમાં ફેરવાઈ જતાં અનેક ગામડાઓ દિવસભર સંપર્ક વિહોણા બન્યા હતા.

ડાંગ જિલ્લામા શનિવારે સાંજે ૪ વાગ્યાથી રવિવારે સાંજે ૪ વાગે પુરા થતા 24 કલાકમાં આહવા ૧૨.૬ ઇંચ, વઘઇ ૧૨.૬ ઇંચ, સુબીર ૮.૩ ઇંચ અને સાપુતારા ૭.૪ ઇંચ વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવરીત વરસી રહેલા મેઘરાજા એ સમગ્ર ડાંગ જિલ્લામાં જળ બંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

 

WhatsApp Group Join Now

Leave a Comment