મઘા નક્ષત્ર 2023: કેટલો વરસાદ? ક્યું વાહન? મઘાની લોકવાયકા અને આગાહી

WhatsApp Group Join Now

આજથી ચોમાસાના મઘા નક્ષત્રની શરૂઆત થશે. આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ તા. 17/08/2023 એ બપોરે 1:33 કલાકથી શરુ થયું છે અને 30/08/2023 ના રાત્રીના 03.19 સુધી મઘા નક્ષત્રમાં રહશે. મઘા નક્ષત્રનું વાહન ઘોડો છે.

મઘા નક્ષત્રની લોકવાયકા:
‘મઘા કે બરસે
માતૃ કે પરસે‘

લોકવાયકા મુજબ, જો માતા ખાવાનું પીરસે તો પુત્રનું પેટ ભરાઈ એમ મઘા નક્ષત્ર વરસાદથી વરસે તોજ ધરતી માતાનું પેટ ભરાઈ. એટલે આ નક્ષત્રમાં સારો વરસાદ પડવાની આશ હોય છે. આ પરથી વધારે એક કહેવત પ્રખ્યાત છે “જો વરસે મઘા તો થાય ધાન નાં ઢગાં” એટલે કે મઘામાં સારો વરસાદ થાય તો ધાન્યના ઢગલા થાય.

આ પણ વાંચો: આજના (22/08/2023 ના) બજાર ભાવ; કપાસ, ડુંગળી, ઘઉં, મગફળી વગેરેના ભાવ

મઘા ના મોંઘા પાણી, માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે. આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી. મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. આમ, મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે.

એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. તથા આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે.

આ પણ વાંચો: અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 27 ઓગષ્ટ સુધીની આગાહી, કેવો વરસાદ થશે?

ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગોમાં ગઈ કાલે સવારે લો પ્રેશરનો પટ્ટો સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે 5.8 કિમી સુધી વિસ્તર્યો છે. આ લો પ્રેશરની અસરથી ગઈ કાલ સવારથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો અને હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાએ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

બીજી બાજુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજથી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા આજે અમદાવાદ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, આણંદ અને મહીસાગરમાં આગાહી છે. તો સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને ભરૂચમાં પણ આગાહી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મેહસાણા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટા ઉદપુર અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

1 thought on “મઘા નક્ષત્ર 2023: કેટલો વરસાદ? ક્યું વાહન? મઘાની લોકવાયકા અને આગાહી”

Leave a Comment