મઘા નક્ષત્ર / વરસાદ સંજોગ; જાણો કેટલો વરસાદ? કેટલા દિવસ? કયું વાહન?

WhatsApp Group Join Now

પુનર્વસુ, પુષ્પ અને આશ્લેષા નક્ષત્ર પછી 17 ઓગસ્ટના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે. આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ તા. 17/08/2022 એ સવારે 07:23 કલાકથી 30/08/2022 ના રાત્રીના 03.19 સુધી મઘા નક્ષત્રમાં રહશે. મઘા નક્ષત્રનું વાહન ઘોડો છે. મઘા નક્ષત્રમાં ખંડ વૃષ્ટિ થતી હોય છે અથવા કોઈક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડતો હોય છે.

ખેડૂતો માટે મઘાનું પાણી સોના સમાન ગણાતું હોય છે. એવું કહેવાય છે કે,
‘ મઘા કે બરસે
માતૃ કે પરસે ‘

એટલે કે જો માતા ખાવાનું પીરસે તો પુત્રનું પેટ ભરાઈ એમ મઘા નક્ષત્ર વરસાદથી વરસે તોજ ધરતી માતાનું પેટ ભરાઈ. એટલે આ નક્ષત્રમાં સારો વરસાદ પડવાની આશ હોય છે. આ પરથી વધારે એક કહેવત પ્રખ્યાત છે “જો વરસે મઘા તો થાય ધાન નાં ઢગાં” એટલે કે મઘામાં સારો વરસાદ થાય તો ધાન્યના ઢગલા થાય.

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આવતી કાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યાર સુધી સીઝનનો 85.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં 14 ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે.

રાજ્યનાં જળાશયોની વાત કરીએ તો 90 ટકાથી વધુ ભરાયેલા 70 જળાશયો હાલ હાઈએલર્ટ (High Alert) પર છે. જ્યારે 90 ટકા સુધી ભરાયેલા 14 જળાશયો એલર્ટ પર છે. 80 ટકા સુધી ભરાયેલા 15 જળાશયોને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 107 જળાશયોમાં 70 ટકા જેટલું પાણી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment