આવતી કાલથી નક્ષત્ર બદલાશે: જાણો ક્યું નક્ષત્ર? કેટલો વરસાદ? ક્યું વાહન? કેટલાં દિવસ?

પુનર્વસુ, પુષ્પ અને આશ્લેષા નક્ષત્ર પછી આવતી કાલે 17 ઓગસ્ટના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે. આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ તા. 17/08/2022 એ સવારે 07:23 કલાકથી 30/08/2022 ના રાત્રીના 03.19 સુધી મઘા નક્ષત્રમાં રહશે. મઘા નક્ષત્રનું વાહન ગધેડું છે. મઘા નક્ષત્રમાં ખંડ વૃષ્ટિ થતી હોય છે અથવા કોઈક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડતો હોય છે.

ખેડૂતો માટે મઘાનું પાણી સોના સમાન ગણાતું હોય છે. એવું કહેવાય છે કે,
મઘા કે બરસે 
માતૃ કે પરસે
એટલે કે જો માતા ખાવાનું પીરસે તો પુત્રનું પેટ ભરાઈ એમ મઘા નક્ષત્ર વરસાદથી વરસે તોજ ધરતી માતાનું પેટ ભરાઈ. એટલે આ નક્ષત્રમાં સારો વરસાદ પડવાની આશ હોય છે. આ પરથી વધારે એક કહેવત પ્રખ્યાત છે “જો વરસે મઘા તો થાય ધાન નાં ઢગાં” એટલે કે મઘામાં સારો વરસાદ થાય તો ધાન્યના ઢગલા થાય.

ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, પાટણ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને અમુક જગ્યાએ ભુક્કા પણ બોલાવી શકે છે.

દક્ષિણ ગુજરાત લાગુ પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ આવી શકે છે.

પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ એટલે કે દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ આજથી સારા વરસાદની શરૂઆત થઈ શકે અને પછી ધીમે ધીમે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ચાલુ થશે.

ખાસ નોંધ:  હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *