ગુજરાતમાં ફરી મેઘતાંડવ/ 23 અને 24 તારીખે આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ

WhatsApp Group Join Now

ગુજરાતમાં ફરી એકવાર ધીમેધીમે મેઘરાજાનું જોર વધી રહ્યું છે. છેલ્લા અઠવાડિયાથી રાજ્યના વિવિધ વિસ્તારમાં સતત ધીમીધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી તા. 22, 23 અને 24 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે.

અતિભારે વરસાદને રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતુ અને હજી પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં પરિસ્થિતિ હજુ પણ સામાન્ય થઈ નથી ત્યારે હવામાન વિભાગે ફરી અતિભારે વરસાદની આગાહી કરતા ગુજરાતના લોકો ચિંતામાં મૂકાયા છે.

22 જુલાઈની આગાહી:
હવામાન વિભાગની આગાહી મુજબ, 22 તારીખે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

23 જુલાઈની આગાહી:
હવામાન વિભાગ દ્વારા 23 તારીખે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં અતિ ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

24 જુલાઈની આગાહી:
24 તારીખે જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બીજી બાજુ રાજકોટ, મોરબી, પોરબંદર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અરવલ્લી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment