સાવધાન ગુજરાત/ વરસાદનો નવો રાઉન્ડ; કઈ તારીખે? કેટલો વરસાદ?

આ વખતે જૂન મહિનામાં વરસાદની ઘટ પડી હતી જે જુલાઈ મહિનામાં પૂર્ણ થઈ હતી, જુલાઈ મહિનામાં 52 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. તેમ છતાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સારા વરસાદની અછત નોંધાય છે, ત્યારે ફરી એક વખત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

વરસાદનો રાઉન્ડ પુરા થયા બાદ ગુજરાતમાં 17 તારીખ પછી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જણાઈ રહ્યો છે. જોકે હવે ફરી એક નવો વરસાદનો રાઉન્ડ સામાન્ય સિસ્ટમની અસરને કારણે જોવા મળશે.

વરસાદનું આગોતરું એંધાણ: Whether મોડેલ મુજબ 25થી 27 જુલાઈના સમયગાળા દરમિયાન રાજ્યમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. વરસાદના આ રાઉન્ડમાં ઉત્તર કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનાં વિસ્તારોને વધારે તરબોળ થશે તેવું હાલ પ્રારંભિક અનુમાન છે.

રાજ્યમાં જિલ્લા મુજબ વરસાદની વાત કરવામાં આવે તો, સંપૂર્ણ કચ્છ જિલ્લો જેમાં બનાસકાંઠા લાગુ વિસ્તાર કચ્છમાં વધારે, બનાસકાંઠા સાબરકાંઠા, પાટણ મહેસાણા, મોરબી લાગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી છે. જ્યારે એમને લાગુ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા ગણવી. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સામાન્ય હળવા ઝાપટા નોંધાશે ભારે વરસાદની શક્યતા નથી.

ગુજરાતમાં છેલ્લે જે વરસાદ રાઉન્ડ નોંધાયો છે તેમાં ઉત્તર ગુજરાતમાં ઓછો (9 ઇંચ) વરસાદ પડ્યો છે અને હાલ ત્યાં સારા વરસાદની જરૂર છે. આ સિવાય ગુજરાતનાં ભાગોમાં 22 તારીખે સામાન્ય હળવા ઝાપટાં જોવા મળશે. કોઈ ભારે વરસાદની આગાહી જણાતી નથી.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *