ફરી પાછો મેઘતાંડવ/ વાવાઝોડાં સાથે ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં?

WhatsApp Group Join Now

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ થોડોક ધીમો પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી આગાહી કરતા જણાવ્યું કે, આજે રાજ્યના દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે તેવી સંભાવના છે. આ સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં ચોમાસું પુનઃ સક્રિય થવાના સંજોગો જણાય રહ્યાં છે. ત્રીજી ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવતા હળવા, મધ્યમ, ભારે અને કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે.

Cola Wetherની વેબસાઈટના પૂર્વાનુમાન અનુસાર આવતા મહિનાની 4 તારીખથી 12 તારીખ દરમિયાન ફરી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે એટલે કે ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડનું આગમન થઈ શકે છે. આમ, ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વાગરામાં 2.25 ઈંચ વરસાદ, કવાંટમાં 2.25 ઈંચ, ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ, પ્રાંતિજમાં 2 ઈંચ, ખંભાતમાં 2 ઈંચ, માંગરોળમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય ઘણા વિસ્તારોમાં એક ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના આગાહી અનુસાર રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. તેમજ મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી સતત વરસાદની સંભાવના છે.

આ સિવાય ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટકના આંતરિક ભાગો, પુડુચેરી, તમિલનાડુ અને કરાઈકલમાં 28 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી છે. તેમજ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment