આજથી સાર્વત્રિક વરસાદનો એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આજથી એટલે કે 4 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે. ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સકર્યુલેશનેન પગલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. એમા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હાલ મેઘરાજાનું જોર વધુ જોવા મળી રહ્યું છે. આ મહિનામાં દરમિયાન એટલે કે જુલાઈ મહિનામાં સમયાંતરે વરસાદના ઉપરા ઉપરી સારા એવા રાઉન્ડ આવશે અને 20 જુલાઈ સુધીમાં તો અનેક ડેમો ઓવરફ્લો થઈ જાય તેવા ઉજળા સંજોગો થયા હોવાનું એક ખાનગી સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.
તારીખ 4 જુલાઈથી 25 જુલાઈ સુધી અવાર નવાર વરસાદ ઝાપટા સ્વરૂપે તો ક્યારેક હળવાથી મધ્યમ તો ક્યારેક ભારે કે અતિ ભારે વરસાદ પડી શકે છે. સમયાંતરે વરસાદના ઉપરા ઉપરી રાઉન્ડ ચાલુ જ રહે તેવી સંભાવના દેખાય રહી છે.
જ્યારે સિસ્ટમની મુખ્ય અસર હશે ત્યારે મધ્યમથી ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ આવશે. રાજ્યભરમાં સારા વરસાદના રાઉન્ડ જોવા મળશે, આ ઉપરાંત આગામી 20 જુલાઈ સુધીમાં તો રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થઈ જાય તેવા સંજોગો ઊભા થયા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે તેમજ 6 જુલાઇના રોજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.