સૌરાષ્ટ્રમાં આ તારીખે મેઘતાંડવ; ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. પાંચ દિવસ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે એટલે કે 30 જુલાઈના રોજ ઓછો વરસાદ રહેશે. આવતીકાલે એટલે કે પહેલી જુલાઈથી વરસાદની એક્ટિવિટી વધી શકે છે. સૌરાષ્ટ્રમાં બીજી તારીખથી વરસાદનું જોર વધશે. ત્રીજી જુલાઈ અને ચોથી જુલાઈના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતી (Dr. Manorama Mohanty) એ જણાવ્યું હતું કે, “રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશે. ખાસ કરીને 29, 30, અને 1 જુલાઈના રોજ છૂટો-છવાયો વરસાદ પડવાની સંભાવના છે. 29 અને 30 જૂનના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડશે. આ વિસ્તારોમાં પહેલી જુલાઈથી વરસાદ વધવાની સંભાવના છે.”

ગુજરાત રિઝનમાં ચોથા અને પાંચમા દિવસે એટલે કે બીજી અને ત્રીજી જુલાઈના રોજ વરસાદ વધવાની સંભાવના રહેલી છે. ગુજરાત રિઝનમાં 30 જૂનથી ત્રીજી જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment