અષાઢ મહિનો શરૂ થતાં વરસાદે બોલાવ્યા ભુક્કા; આ જિલ્લામાં ફાટ્યું વાદળ? આ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ - GKmarugujarat

અષાઢ મહિનો શરૂ થતાં વરસાદે બોલાવ્યા ભુક્કા; આ જિલ્લામાં ફાટ્યું વાદળ? આ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

હવામાન વિભાગે ગઈકાલે (30 જૂન) રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ એક સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં પણ બની રહેશે.

આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદો ખાબકયો છે. 6 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા વાદય ફાટ્યાં જેવું વાતાવરણ સર્જાયુ હતુ જેના લીધે અનેક વિસ્તારોમાં ગળે સુધી પાણી ભરાયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતુ.

આજે એટલે કે 1 તારીખે નવસારી, વલસાડ અને દિવમાં વરસાદ પડી શકે છે. આવતી કાલે 2 તારીખે દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં તેમજ 3 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે.

વેધર મોડલ મુજબ, 2થી 10 જુલાઈ વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ભાગોમાં સારો વરસાદ પડી જાય તેવી શક્યતા છે. એક આગોતરા અનુમાન મુજબ 4 જુલાઈ આજુબાજુ બંગાળની ખાડીમાં એક UAC બનશે જે મધ્ય ભારત સુધી આવશે અને તેના કારણે ગુજરાતનું વાતાવરણ પણ વધારે મજબૂત બનશે.

સુરત શહેરમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાત્રે 11 વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે. જેમાં ઉમરપાડામાં 7 ઇંચ, ઓલપાડમાં 1 ઇંચ, કામરેજમાં 8 ઇંચ, બચોર્યાસીમાં 3 ઇંચ, મહુવામાં 1 ઇંચ, બારડોલીમાં 1 ઇંચ માંગરોળમાં 6 ઇંચ, પલસાણામાં 2 ઇંચ, માંડવીમાં 1 ઇંચ અને સુરત સીટીમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો?
રાજ્યમાં અત્યારસુધી સિઝનનો 9.41% વરસાદ પડ્યો છે. હાલ એવા છ તાલુકા છે જેમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. કચ્છમાં સિઝનનો 4.03% છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ 4.20% વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો 8.53% વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 10.6% વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 11.73% વરસાદ પડ્યો છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment