જૂન મહિનામાં ગુજરાતમાં ચોમાસુ ખાસ રહ્યું નથી પરંતુ જુલાઈમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે ત્યારે અમુક વિસ્તારો હજુ પણ એવા છે જે સારા વરસાદની હજુ પણ રાહ જોઇને જ બેઠા છે.
થોડા દિવસો પહેલા બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર બન્યું હતું તે ખુબ મજબૂત ન હતુ એટલે ગુજરાત પર આવીને ઝડપથી આગળ નીકળી ગયું જેના લીધે અમુક વિસ્તારો સારા વરસાદથી વંચિત રહી ગયા છે પરંતુ આવનાર દિવસોમાં ત્યાં પણ સારો વરસાદ પડી જશે.
Wether મોડેલ અનુસાર 11-12 જુલાઈ આજુબાજુ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સક્રિય બનશે જે ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ લાવી શકે છે. છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં જે ભારે વરસાદ નોંધાયો છે તે પણ બંગાળની ખાડીમાં બનેલ લો-પ્રેસરની અસરને કારણે જ હતો.
આવનાર લો-પ્રેશર અત્યારે જે વરસાદ પડે છે તેના કરતાં વધુ વરસાદ લઈને આવશે તેવું જણાઈ રહ્યું છે. હાલના વેધર મોડલ મુજબ આવનાર 15-16 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ વિરામ લે એવી કોઈ શક્યતાઓ જણાતી નથી.
ગુજરાતમાં હાલમાં જે વરસાદનો રાઉન્ડ ચાલુ છે તે અવિરત પણે આગાહીના દિવસોમાં ચાલુ જ રહેશે. એકાદ બે દિવસમાં ફરી બંગાળની ખાડીમાં બીજુ લો-પ્રેશર બનશે જે ગુજરાત પર અસર કરશે એટલે રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ યથાવત રહેશે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.