નવી સિસ્ટમ સક્રિય થતાં હવામાન ખાતું બદલ્યું; 12 જુલાઈ સુધી ભારે આગાહી, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં?

WhatsApp Group Join Now

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા 12 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ કચ્છના કાંઠાના વિસ્તારો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

આજે સૌરાષ્ટ્રમાં વરસાદનો વિસ્તાર ગઇ કાલ કરતા ઓછો રહેશે. કોઇ સીમીત વીસ્તારમાં જ ભારે વરસાદની સંભાવના રહેલી છે. ઉતર ગુજરાતમાં પણ છુટો છવાયો વરસાદ જોવા મળશે, દક્ષીણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ સંભાવના છે.

વરસાદમાં આજનો દીવસ કચ્છનો રહેશે. કચ્છમાં આજે ભારે વરસાદની સંભાવના છે, UAC ના ટ્રફનો લાભ આજે કચ્છને મળશે. સીમીત વીસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, દ્વારકા, ડાંગ, પોરબંદર, સુરત, તાપી, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતી કાલે 9 તારીખે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ અને સુરત, અને તાપી જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

10 તારીખના રોજ દ્વારકા, પોરબંદર, વલસાડ, જુનાગઢ, મોરબી, રાજકોટ, તાપી, સુરત અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી

11 જુલાઈના રોજ આખા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

12 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment