આજથી ૩ દિવસ કડાકા ભડાકા સાથે વરસાદ; ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

બંગાળની ખાડી કરતા હાલમાં અરબી સમુદ્ર મજબૂત મૂડમાં છે એટલે ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે. જોકે ઉત્તર ગુજરાત અને કચ્છનો વારો થોડો મોડો આવશે. ગુજરાતનાં દરિયા કિનારે હાલમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે.

હાલમાં વરસાદનું મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ છે. આ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે વાવણીલાયક વરસાદ પડતો હોય છે. આ નક્ષત્રનું વાહન ગધેડું છે. આ નક્ષત્ર 21 જૂન સુધી ચાલશે. આ નક્ષત્ર દરમિયાન હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, ગુજરાતમાં છૂટો છવાયો પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે.

હાલમાં અરબી સમુદ્રમાં UAC સક્રિય બની છે. જે UAC મુંબઇ અને ગોવા વિસ્તારમાં વરસાદી વાતાવરણ બનાવી વરસાદ આપી રહી છે. જો આ UAC થોડી મજબૂત બનશે તો તે ગુજરાત તરફ આવશે. UAC થોડી મજબૂત બનશે તો આજથી જ વાતાવરણમાં મોટો પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ થઈ જશે. આ સાથે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે અને ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.

આવતા 3 દિવસોમાં ક્યાં-ક્યાં કડાકા ભડાકા સાથે વરસાદ?
આજથી ભાવનગર, અમરેલી, સોમનાથ, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો, જૂનાગઢના અમુક વિસ્તારો, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આજે બપોર પછી વરસાદ એક્ટિવિટીમાં છેલ્લા બે દિવસ કરતા વધારો જોવા મળશે.

આજે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં પવનની ઝડપ સાથે ઝાપટા પડવાની શક્યતા છે. જેની વધારે અસર ડાંગ, સુરત, વલસાડ અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રહેશે. આ સાથે મધ્ય ગુજરાતમાં પણ એકાદ બે સ્થળે વરસાદી ઝાપટાની શક્યતા રહેશે. સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોમાં તીવ્ર Thunderstorm સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આજથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. આવતી ૪૮ કલાક દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન, તીવ્ર Thunderstormનાં કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટા જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની પણ સંભાવના રહેલી છે.

નોંધ: હાલનાં Weather model મુજબનું અમારું અનુમાન છે. આમાં કુદરતી પરિબળો મુજબ ફેરફાર થઈ શકે છે. ખેતી કામો, વરસાદ અને વાવાઝોડા માટે હવામાન વિભાગને અનુસરવું.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “આજથી ૩ દિવસ કડાકા ભડાકા સાથે વરસાદ; ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી”

Leave a Comment