વરસાદનો મીની રાઉન્ડ/ ખેડુતો, ખેતી કામો વહેલાં પતાવી દેજો, કઈ તારીખે?

WhatsApp Group Join Now

છેલ્લે બંગાળની ખાડીમાંથી સર્જાયેલ લો-પ્રેશર મધ્યપ્રદેશ-રાજસ્થાન ઉપર પહોંચી નબળી પડી ચૂકી છે, જેને કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો નોંધાયેલ છે.

હાલ ઘણા વિસ્તારોમાં વરાપ (તડકો) નીકળતા ખેડૂતો ખેતીના કામો કરી રહ્યા છે ત્યારે તેમને જણાવવાનું કે વહેલી તકે ખેતીના કામો પતાવી દેજો કેમ કે ફરીથી એક બહોળું સર્ક્યુલેશન સર્જાશે જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

ગુજરાતમાં આવતી કાલે 23 જુલાઈએ રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી એક મોટું બહોળું સર્કયુલેશન બનશે અને આ સર્ક્યુલેશન 24 તારીખથી રાજસ્થાનથી નીચે ગુજરાત નજીક આવે તેવી શક્યતાઓ રહેલી છે. જેને કારણે ગુજરાતમાં 25થી લઈને 27 જુલાઈ સુધી ફરી એક વરસાદનો નાનો રાઉન્ડ આવી શકે તેવી શક્યતા વેધર મોડલ મુજબ જણાઈ રહી છે.

આ બહોળા સર્ક્યુલેશનની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રહે તેવું હાલ ગ્લોબલ મોડલ મુજબ જણાઈ રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે 22 તારીખે વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીના અમુક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યનાં અન્ય કોઈ વિસ્તારોમાં આગાહી કરવામાં આવી નથી.

આવતી કાલે 23 તારીખે સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 24 તારીખે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ દેવભુમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment