ચોમાસું વધ્યું આગળ; શું વાવાઝોડું ગુજરાત પરથી પસાર થશે? જાણો વાવાઝોડાં અંગેની સંપુર્ણ માહિતી - GKmarugujarat

ચોમાસું વધ્યું આગળ; શું વાવાઝોડું ગુજરાત પરથી પસાર થશે? જાણો વાવાઝોડાં અંગેની સંપુર્ણ માહિતી

અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શકયતા હાલ દેખાઈ રહી છે. જેના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો તોળાઈ રહ્યો છે. ચોમાસું જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે એ સમયે જ અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શકયતા હાલ દેખાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું ગઈકાલે આગળ વધીને અરબી સમુદ્ર સુધી પહોંચી ચૂકયું છે. માલદીવ અને કોમોરિન વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે. હવે ચોમાસા પર અરબી સમુદ્રમાં સર્જાવા જનારી સિસ્ટમનો પણ ખતરો પેદા થયો છે. આવતા અઠવાડિયામાં આ સિસ્ટમ સર્જાય તેવી શકયતા છે.

અરબી સમુદ્રમાં ૫ જૂનના રોજ સાયકલોનિક સકર્યુલેશન બનશે. જે બાદ આ સિસ્ટમ્સ મજબૂત બનશે અને ૭ જૂનના રોજ તે લો- પ્રેશર એરિયા બનશે. જૂનના બીજા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શકયતા છે. અરબી સમુદ્રમાં ત્રીજી કે ચોથી જૂનની આસપાસ લો પ્રેશર એરિયા બને તેવી શકયતા દેખાઈ રહી છે.

હાલ અરબી સમુદ્રનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે જે વાવાઝોડું બનવા માટેનું અનુકૂળ છે. લો- પ્રેશર એરિયા બન્યા બાદ જો સિસ્ટમ્સ વધારે મજબૂત બનશે તો તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શકયતા છે.

અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાંનો ખતરો ગુજરાત સહિત મહારાષ્ટ્ર પર પણ રહેલો હોય છે. સામાન્ય રીતે કેરળ કે માલદીવની આસપાસ બનતાં વાવાઝોડાં ઉત્તર તરફ આગળ વધે છે. બીજી તરફ અનેક વખત એવું પણ બન્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધે છે અને ગુજરાત પર આવવાને બદલે તે ઓમાન તરફ જાય છે. જો વાવાઝોડું દરિયામાં જ વિખેરાઈ જાય તો પણ ગુજરાતમાં તેની અસર વર્તાય છે. રાજય પાસેથી પસાર થતાં વાવાઝોડા પણ સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે.

રાજ્યમાં એક સાથે બે-બે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment