વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ; આજે આ જિલ્લામાં થશે વરસાદ

WhatsApp Group Join Now

પાછલા દિવસોમાં ગરમી અને ઉકળાટના કારણે આપણે ચોમાસાનાં જે ત્રીજા રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે જેનું આગોતરું એંધાણ પણ આપ્યું હતું તે રાઉન્ડની આજથી શરૂઆત થશે. આ રાઉન્ડ લાંબો ચાલશે અને એટલે કે લગભગ બે અઠવડિયા સુધી ચાલશે. અલગ અલગ દિવસે અમુક વિસ્તારોમાં વરસાદ ભુક્કા પણ બોલાવશે.

વિગતવાર વાત કરીએ તો આજથી દક્ષિણ ગુજરાત અને લાગુ મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ એટલે કે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અમુક વિસ્તારોના છુટ્ટા છવાયા વિસ્તારમાં આજથી જ વરસાદની શરૂઆત થઈ જશે.

ત્યાર બાદ આવતી કાલે 9 તારીખે પણ આ વિસ્તારોમાં અને આજુબાજુમાં અમુક જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેશે.

10 તારીખથી રાજ્યમાં બધી બાજુ એટલે કે બધા જિલ્લામાં વરસાદની શરૂઆત થશે અને દક્ષિણ ગુજરાત લાગુ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની અને વિસ્તારમાં વધારો થવાની શરુઆત થશે.

ધીમે ધીમે રાજ્યમાં આગળનાં દિવસોમાં બધી બાજુ એક સારો વરસાદ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં ભુક્કાની પણ શકયતા રહેશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment