બંગાળની ખાડીમાં એક દિવસ પહેલા લોપ્રેશર બન્યું હતું તે અત્યંત ઝડપ થી ટૂંકા ગાળામાં જ મજબૂત બની ને વાવાઝોડુ બની ગયું છે અને વાવાઝોડાની આંખ પણ દેખાઈ આવી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર હજુ આ સિસ્ટમ ડીપડિપ્રેશન જ છે. જ્યારે વિદેશના મોટા ભાગના વેધર અનુસાર આ વાવાઝોડુ બની ગયુ છે અને હાલ 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને વિદેશ વેધર એજન્સીનું અનુમાન સંપુર્ણ સાચું છે. આ વાવાઝોડુ બની ગયુ છે કેમ કે તેની આંખ પણ હવે ચોખ્ખી દેખાઈ છે.
હાલ આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ- ઓરિસ્સા બાજુ ગતિ કરી રહ્યું છે અને સાંજ સુધીમા જમીન વિસ્તારમાં પ્રવેશ કરી લેશે અને ધીમે ધીમે નબળુ પડતું જશે. આ સિસ્ટમ આગળ ચાલી રાજસ્થાન પર આવશે જેની અસરથી આપણે 3 દિવસનો ફરી નાનો રાઉન્ડ આવશે.
બીજી બાજુ જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં સુધી જોવા મળશે તેને લઇને આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 ઓગષ્ટ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે વરસાદ હજુ ગયો નથી. આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પણ વરસાદ રહેશે એવું પણ જણાવ્યું છે. આ ઉપરાંત સપ્ટેમ્બર માસમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ રહેશે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.