ઓરેંજ એલર્ટ: આગામી 2 દિવસ કડાકા ભડાકા સાથે વરસાદ; ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે, આ વર્ષ ચોમાસું સારું રહેશે. આવતીકાલે 22મી તારીખથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે.

આવતી કાલથી વરસાદનું આદ્રા નક્ષત્ર શરૂ થશે. આદ્રા નક્ષત્રમાં વાવણી થાય તો સારું કહેવાય. વરસાદનું પીક પોઈન્ટ આદ્રા નક્ષતમાં છે. ઓગસ્ટ માસના પ્રથમ માસમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની તાપી સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થશે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

આવતીકાલે બુધવારે દમણ-દાદરાનગર, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ઉપરાંત કચ્છ પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે ગુરૂવારે દમણ-દાદરાનગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગની માહિતી મુજબ આગામી બે દિવસ એટલે કે ૨૨ જૂન સુધી મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદને લીધે સામાન્ય લોકો મુશ્કેલીમાં ન મુકાય એ માટે પ્રશાસન સાબદું રહે એટલે હવામાન વિભાગે ઑરેન્જ અલર્ટ જારી કર્યુ છે.

સમગ્ર રાજ્યભરમાં જ્યારે મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે ત્યારે હવે ઘણી જગ્યાએ વાવણીલાયક વરસાદ પણ થવા લાગ્યો છે. જેથી રાજ્યભરના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ વર્ષે સારો એવો વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *