ગુજરાત માટે આગામી 48 કલાક ‘અતિભારે’ છે. જેને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં તો 15 ઈંચ સુધી વરસાદ પડે તેવી શક્યતા જણાવી છે. જેને કારણે તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની શકે છે. આ સાથે ભારે વરસાદથી નદી-નાળામાં ભારે પુર આવવાની પણ સંભાવના છે. જેને લઈ સંબંધિત કલેક્ટરોએ લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અને સાવચેતી રહેવા અપીલ કરી છે.
આજે 12 તારીખે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતી કાલે 13 જુલાઈના રોજ નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
14 જુલાઈના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ પોરબંદર, જુનાગઢ, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
15 જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તથા રાજકોટ, પોરબંદર, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.