રાતોરાત આગાહી બદલાઈ; હવે આ જિલ્લામાં રેડ/ ઓરેન્જ એલર્ટ, ભારેથી અતિ ભારે વરસાદ

WhatsApp Group Join Now

હવામાન વિભાગ દ્વારા જિલ્લા વાઇસ એલર્ટ જાહેર કરવામાં આવે છે. કુદરતી પરિબળોના કારણે હવામાન વિભાગ દિવસે દિવસે પોતાની આગાહી બદલ્યા કરે છે. જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય રહે તેવી રીતે વરસાદનું એલર્ટ/આગાહી બદલાતી રહે છે.

દક્ષિણ ગુજરાતમાં ખુબ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હજી પણ આગામી થોડા દિવસો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મધ્ય ભારતમાં સર્જાયેલ બહોળું સર્ક્યુલેશન ગુજરાત નજીક અરબી સમુદ્ર પાસે પહોંચતા ફરીથી ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે પરંતુ આ સિસ્ટમમાં ફેરફાર પણ થઈ શકે છે. ફેરફાર મુજબ સિસ્ટમ નબળી પડી અને વિખાઈ પણ શકે છે.

જો આ સિસ્ટમ મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાશે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ સહેવાઈ રહી છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, જામનગર અને અમુક રાજકોટના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે સર્ક્યુલેશન મોટું બનશે તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી રહશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ અમરેલી, પોરબંદર, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આવતી કાલે 15 તારીખે નવસારી, ડાંગ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ પોરબંદર, દેવભુમિ દ્વારકા, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment