હાલ ગુજરાતમાં દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અતિભારે વરસાદની આગાહીના કારણે ઘણા જિલ્લામાં રેડ એલર્ટ તો ઘણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
ગઈ કાલે તા. 06/07/2022 ને બુધવારથી વરસાદનું પુનર્વસુ નક્ષત્ર ચાલુ થઈ ગયું છે. આ નક્ષત્રમાં વરસાદી માહોલ યથાવત રહે છે. આ નક્ષત્રનું વાહન ઉંદર છે. આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે. એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળશે.
આવતી કાલે નવસારી, વલસાડ, દેવભુમિ દ્વારકા અને પોરંબદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતી કાલે 8 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દેવભુમિ દ્વારકા, પોરંબદર, ડાંગ, સુરત, તાપી, દમણ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે સોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં NDRFની ટીમો તૈનાત કરી દેવાઇ છે. જ્યારે પોરબંદરમાં SDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.