વરસાદ એલર્ટ/ મેઘતાંડવ; એક સાથે બે-બે સિસ્ટમ સક્રિય થતાં મોટી આગાહી

બંગાળની ખાડીની સિસ્ટમ હવે ઉત્તર આંધ્ર પ્રદેશના કાંઠા ઉપર આવી ચૂકી છે. આ સિસ્ટમની ઇફેક્ટથી અત્યારે મધ્ય ભારતમાં વરસાદી વાદળોની જમાવટ ભરપૂર માત્રામાં જોવા મળી રહી છે.

સિસ્ટમ ધીરે ધીરે નોર્થ વેસ્ટ તરફ ટ્રેક કરી રહી છે. જોકે સિસ્ટમનું મુવમેન્ટ ખૂબ જ સ્લો જણાઇ રહ્યું છે. તો મિત્રો એક અપર એર સર્ક્યુલેશન અરબસાગરમાં મુંબઈના કાંઠા ઉપર સક્રિય છે. આ UAC હજુ આવતા ત્રણ દિવસ સક્રિય રહેશે.

હવામાનના લેટેસ્ટ ચાર્ટ મુજબ બંગાળવાળી સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યારે અરબ સાગરમાં UAC નો ટ્રફ બંગાળના લો પ્રેશર સિસ્ટમમાં ભળી જશે. એટલે બંને એક થઈ જશે. ટૂંકમાં વરસાદની આ પેટર્ન 16 સપ્ટેમ્બર સુધી ભરપૂર માત્રામાં જળવાઈ રહેશે.

અમેરિકન મોડલ મુજબ 16 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે. જેમાં ઘણા વિસ્તારોમાં ઇંચના આંકડા ડબલ પણ જોવા મળશે.

આજે એટલે કે 11 તારીખથી હજુ પણ વરસાદના વિસ્તારોમાં વધારો થશે. તેમજ 12/13 તારીખમાં બધી બાજુ વરસાદનું પ્રમાણ વધશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે.

આવતા દિવસોમાં કડાકા ભડાકા સાથેની વરસાદની ધમાકેદાર ઇનિંગ ચાલુ રહેશે. તો યુરોપિયન મોડલની લેટેસ્ટ અપડેટ મુજબ 17 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જેમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વધુ અસર રહેશે. આ વિસ્તારોમાં એવરેજ 4થી 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે.

આ સાથે જ આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં 102% વરસાદ થઈ ચૂક્યો છે. પરંતુ ખેડૂત મિત્રોનું કહેવું છે કે, હજુ એવા ઘણા વિસ્તારો છે જ્યાં ઓછો વરસાદ છે. ઘણી જગ્યાએ ઓછો વરસાદ છે તો અમુક જગ્યાએ વધુ પડતો વરસાદ વરસી ગયો છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *