વાવાઝોડાનું તાંડવ શરૂ! બિપરજોય વાવાઝોડાની અસરના પગલે આ જિલ્લામાં એલર્ટ, કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી - GKmarugujarat

વાવાઝોડાનું તાંડવ શરૂ! બિપરજોય વાવાઝોડાની અસરના પગલે આ જિલ્લામાં એલર્ટ, કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

બીપરજોય વાવાઝોડું અત્યારે સૌરાષ્ટ્ર કચ્છથી લગભગ 300/400 કિમીની દૂરી પર છે. હજુ ઘણું મજબૂત છે અને લગભગ 160થી 175 કિમી પ્રતિ કલાકનો પવન ફૂંકાય રહ્યો છે.

વાવાઝોડું ધીમી ગતિએ કચ્છ પાકિસ્તાન બોર્ડર તરફ આગળ વધી રહ્યું છે. આગળ વધવાની ગતિ આવતા 24 કલાક માટે ખુબજ ધીમી કે ક્યારેક બિલકુલ આગળ જ નાં વધે તેવું પણ થશે અને ત્યાર બાદ ધીમે ધીમે ઉત્તર પૂર્વનો ટર્ન લઇને કચ્છ પાકિસ્તાન બોર્ડર પર 15થી 16 જૂન વચ્ચે લેન્ડફોલની શકયતા રહેશે. લેન્ડ ફોલ વખતે પવનની ઝડપથી 140/150 આસપાસ કે તેથી પણ વધુ રહી શકે છે. પરંતુ તેમાં થોડું નીચેની તરફ ફેરફાર થવાની શક્યતા પણ રહે ખરી.

તેમ છતાં અનિશ્ચિતતાને કારણે આપણે ગઈકાલે કરાચીથી દીવનું એલર્ટ આપ્યું હતું જે આજે થોડું નેરો ડાઉન કરીશું અને કરાચીથી પોરબંદરનું એલર્ટ આપશું. આ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ થી પસાર થઈ શકે તો પૂરી તૈયારી રાખવી અને કોઈ પણ જાતની ગાફ્લતમાં રહેવું નહિ. વાવાઝોડું સીધું આ વિસ્તારમાં નો આવે તો પણ પવન ઘણો વધશે અને ભારેથી અતિભારે વરસાદની પૂરી શક્યતા છે.

આજે આગાહી મુજબ જ દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શરૂઆત થઈ ગઈ અને જેમ કહ્યું હતું તેમ બાકીનાં સૌરાષ્ટ્રમાં પણ થોડી શરૂઆત થઈ ગઈ છે. હજુ રાત્રે અને કાલે પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ રહેશે.

કાલથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદમાં વધારો થશે. કચ્છમાં વરસાદની શરૂઆત થશે અને લાગુ ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રમાં પણ વરસાદની થોડી શરૂઆત થઈ શકે છે.

14/15 જૂને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ તો ક્યાંક અતિશય ભારે વરસાદની પણ શકયતા રહે અને લાગુ પશ્ચિમ / ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની પૂરી શક્યતા રહેશે. 15 તારીખથી કચ્છ ને લાગુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment