આશ્લેષા નક્ષત્રમાં વરસાદ જોગ: જાણો કયું વાહન? કેટલો વરસાદ? કોની કોની આગાહી?

WhatsApp Group Join Now

દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. આજે આપણે વરસાદના આશ્લેષા નક્ષત્રની વિગતે માહિતી મેળવીશું.

પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર પછી હવે 3 ઓગસ્ટથી 9:39 વાગ્યે આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે. આશ્લેષા નક્ષત્ર 16 ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતો હોય છે એટલે આશ્લેષા નક્ષત્રમાં પવન સાથે સારો વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે.

આશ્લેષા નક્ષત્રની લોકવાયકા:
“આશ્લેષા ચગી તો ચગી,
ને ફગી તો ફગી”

લોકવાયકામાં જણાવ્યા અનુસાર, આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તો ખુબ સારો વરસાદ પડે અને ન પડે નો જરાય પણ ન પડે.

હાલ પુષ્ય નક્ષત્ર શરૂ છે અને આ નક્ષત્રમાં ઘણા વિસ્તારોમાં રેડા ઝાપટાંથી લઈને મધ્યમથી-ભારે વરસાદ જોવા મળ્યો છે. જોકે, નક્ષત્રનાં છેલ્લાં દિવસોમાં માત્ર વરસાદી માહોલ સર્જાયો છે. ભારે વરસાદ કોઈપણ વિસ્તારોમાં જોવા મળ્યો નથી. જોકે આશ્લેષા નક્ષત્રમાં સારો વરસાદ પડશે તેવું અનુમાન ખગોળશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Cola Wetherની વેબસાઈટના પૂર્વાનુમાન અનુસાર આવતા મહિનાની 4 તારીખથી 12 તારીખ દરમિયાન ફરી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે એટલે કે ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડનું આગમન થઈ શકે છે. આમ, ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે.

જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદનો યોગ રહેશે. જો કે 29 જુલાઈથી વરસાદના પ્રમાણમાં વધારે ઘટાડો નોંધાયો છે.

અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, એક અઠવાડીયા પછી સમગ્ર દેશમાં ચોમાસુ ફરી સક્રીય થશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે 2જી ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment