દેશના આ વિસ્તારમાં વરસાદે મચાવી તબાહી; પૂર અને ભુસ્ખલનને કારણે 46 લોકો મૃત્યુ પામ્યા

WhatsApp Group Join Now

દેશના પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ તબાહી મચાવી છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડતા ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં પૂર ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 46 ઉપર પહોંચતા ભારે વિકટ સ્થિતિ ઉભી થઇ છે. આ દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

આસામના કેટલાક ભાગોમાં મંગળવારથી વીજળી નથી
આસામમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે વીજળી કંપની 24 કલાક કામ કરી રહી છે. મહત્વનું છે કે, આસામના કેટલાક ભાગોમાં મંગળવારથી વીજળી વિનાના છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો મોકલવામાં આવ્યા છે. મકમરૂપ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને લોકોને તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે જ તેમના ઘરની બહાર આવવા અપીલ કરી છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો અને તેની નજીકના ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગાહી કરી કે, “આસામ અને મેઘાલયમાં 16 થી 18 જૂન સુધી અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.” હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર અને ઝારખંડમાં 19 જૂન સુધી અને ઓડિશામાં 17 જૂન સુધી ભારે વરસાદની પડવાની શક્યતા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આસામના ઓછામાં ઓછા 18 જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, જેમાં 18 જિલ્લાઓમાં લગભગ 75,000 લોકો વરસાદ અને પૂરથી પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓનું જળસ્તર વધી રહ્યું છે, જ્યારે માનસ નદી ઘણી જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

આસામના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે – અનિલ નગર, નબીન નગર, રાજગઢ લિંક રોડ, રુક્મિણીગાંવ, હાટીગાંવ અને કૃષ્ણા નગર સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ વિસ્તારોમાં NDRF અને SDRFના જવાનો તૈનાત છે. અધિકારીએ જણાવ્યું હતું કે, પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા અને તેમને રાહત સામગ્રી પૂરી પાડવા બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

WhatsApp Group Join Now

Leave a Comment