બંગાળની ખાડીમાં વાવાઝોડું! ગુજરાતમાં વાવાઝોડું આવશે? જાણો વાવાઝોડાંની સાચી હકીકત

WhatsApp Group Join Now

Storm in the Bay of Bengal: મિત્રો હમણાં થોડા દિવસોથી TV, ન્યુઝ તથા સોસીયલ મીડિયા માધ્યમથી વાવાઝોડા વિશે અફવાઓનો મારો ચાલી રહ્યો છે અને ગુજરાતના ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યાં છે. તો મિત્રો આજે આપણે લોકો સામે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ વિશે સત્ય હકીકત રજૂ કરીશુ.

મિત્રો આંદામાન અને નિકોબાર ટાપુ પર ચોમાસાનું આગમન થઈ ગયા બાદ અત્યારે દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં જોરદાર વરસાદ ભુક્કા કાઢી રહ્યો છે જેનું કારણ કેરળ અને તમિલનાડુ નજીક બંને જગ્યાએ સાયકલોનીક સર્ક્યુલેશન છે.

કેરળ નજીકનું સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં આવી ધીમે ધીમે નબળુ પડી વિખેરાઈ રહ્યું છે પરંતુ તમિલનાડુ નજીકનું સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં ઉતરપૂર્વ દિશા તરફ આગળ વધી ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે જે આજે લો પ્રેશર સુધી મજબૂત બની જાય તેવી પુરી શકયતા છે. ત્યારબાદ તે ક્રમશ ઉતરપૂર્વ દિશામાં આગળ વધી 24 તારીખ આસપાસ ડિપ્રેશન લેવલ સુધી મજબૂત બની ઉતરપૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે.

પછીના 24 કલાકમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની જાય તેવી પુરે પુરી શકયતા રહેલી છે અને પછી આ સિસ્ટમ વધુ મજબૂત બની વાવાઝોડાની કેટેગરીમાં ફેરવાશે કે નહીં તે બાબતે હજુ મોડલોમાં ભેદભાવ જોવા મળે છે.

જો આ સિસ્ટમ વધુ મજબૂત બની વાવાઝોડા કેટેગરી સુધી મજબૂત બની જશે તો પણ આ ભયંકર પ્રકારનું વાવાઝોડુ નહિ બને પરંતુ મધ્યમ પ્રકારનું વાવાઝોડું બની શકે અને જો આ સિસ્ટમ વાવાઝોડા (Storm in the Bay of Bengal) સુધી મજબૂત બની જશે તો આ વાવાઝોડાનું નામ રેમલ રાખવામાં આવશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

24 તારીખે આ સિસ્ટમના ટ્રેકમાં થોડો ફેરફાર થઈ મોટે ભાગે ઉત્તર દિશા તરફ આગળ વધી અને 26 તારીખ આસપાસ બાંગ્લાદેશ આસપાસ ટકરાય તેવી શક્યતાઓ રહેલી છે.

સિસ્ટમ ચાલતા ચાલતા તેના રૂટમાં સામન્ય ફેરફાર જોવા મળ્યો હોય છે એટલે જો સિસ્ટમ 24 તારીખ બાદ ઉતર પશ્ચિમ દિશામાં થોડો ઝુકાવ લેશે તો પશ્ચિમ બંગાળમાં ત્રાટકવાની શકયતા વધશે અને જો ઉતરપૂર્વ દિશા તરફ વધુ ઝુકાવ લેશે તો મ્યાનમારમાં ત્રાટકવાની શકયતા વધશે.

આ પણ વાંચો: ભારતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હિટ વેવ, ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

પરંતુ જો હાલની સંભવના પ્રમાણે રૂટ પર જ ગતિ કરશે તો સીધી રીતે આ સિસ્ટમ બાંગ્લાદેશમાં આસપાસ સંભાવના સૌથી વધુ રહેશે. હજુ આ સિસ્ટમ વાવાઝોડા કેટેગરી સુધી પહોંચે કે નહિ તે પણ ફાઇનલ નથી ને અમુક ન્યુઝ ચેનલ અને સોસીયલ મીડિયામાં જે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની તથ્યહીન અફવા ફેલાવવામાં આવી રહી છે તે પાયા વિહોણી છે.

કોઈ પણ મિત્રો એ આવી અફવા પર ધ્યાન આપવુ નહિ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત આવવાની નથી કે આ ચાલુ મહિના દરમિયાન દરિયાનું કોઈ વાવાઝોડું ગુજરાત પર આવવાનું નથી એટલે કોઈએ પણ આવી અફવા પર ધ્યાન આપી ગભરાવાની જરૂર રહેતી નથી.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment