સૂર્યનો ઓતરા નક્ષત્રમાં પ્રવેશ; ક્યું વાહન? કેટલો વરસાદ? ભારે વરસાદની આગાહી…

છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે, જોકે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજી આવનાર બે દિવસ સુધી વરસાદની શક્યતા યથાવત્ રહેશે.

જોકે આજથી ગુજરાતમાં વરસાદનું નક્ષત્ર પણ બદલાયુ છે. આજથી રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ છે. મિત્રો વરસાદના હવે બે મુખ્ય નક્ષત્ર બાકી રહ્યા છે. આ વર્ષે લગભગ બધા જ નક્ષત્રોમાં ભરપૂર વરસાદ જોવા મળ્યો છે. તો સૂર્ય હવે પુરબા નક્ષત્ર છોડીને ઉત્તરા ફાલ્ગુની એટલે કે ઓતરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સમયગાળા દરમિયાન લગભગ ટૂંકી મુદતની મગફળી તેમજ કઠોળ વર્ગના પાકો પાકવાની અણી ઉપર હોય છે.

એટલે જો આ નક્ષત્રમાં વરસાદ મંડાય તો આ પાકોમાં મોટી નુકસાનીની ભીતી રહેતી હોય છે. એટલે જ આ ઓતરા નક્ષત્રની કહેવત લોક વાણીમાં વણાયેલી છે. “જો વરસે ઓતરા તો ધાન ન ખાય કુતરા.” એનો મતલબ એવો થાય કે. આ નક્ષત્રનો વરસાદ નુકસાની રૂપ સાબિત થતો હોય છે.

સૂર્યનો ઓતરા નક્ષત્રમાં પ્રવેશ 13મી સપ્ટેમ્બરે રાત્રે 9:15 મિનિટે થશે. સંજોગ્યું આ નક્ષત્ર નથી. આ નક્ષત્રનું વાહન ગધેડાનું છે. આ વર્ષે બધા નક્ષત્રો વરસતા આવ્યા હોવાથી આ નક્ષત્રમાં પણ વરસાદની સંભાવનાઓ ખૂબ જ રહેલી છે.

હવામાનના મોડલોના ચાર્ટ મુજબ પણ આ નક્ષત્રના પ્રથમ અને બીજા પાયામાં વરસાદની સંભાવનાઓ ખૂબ જ સારી જણાઈ રહી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *