બંગાળની ખાડીમાં સિસ્ટમ; આજે રાજ્યના આ વિસ્તારમાં મંડાણી વરસાદ

WhatsApp Group Join Now

ગઈકાલે ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના અમુક અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

આજની વાત કરીએ તો, આજે પણ પૂર્વ સૌરાષ્ટ્રના છૂટક વિસ્તારોમાં તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રની કોસ્ટલ પટ્ટી જેમાં પૂર્વ સૌરાષ્ટ્ર બાજુના કોસ્ટલના વિસ્તારોમાં આજે પણ વરસાદની એકાદ બે સ્થળે શક્યતા નકારી શકાતી નથી.

તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ આજે મંડાણી વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે. મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને ખાસ અસર કરતા રહેશે નહીં. કેમકે હવામાનના મોડલ ઉપર અભ્યાસ કરતા આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવ્યા બાદ ઉત્તર ભારત તરફ ફંટાઈ જશે. તેનું મુખ્ય કારણ ઉત્તર રાજસ્થાન લાગુ વિપરીત હવામાનની પરિસ્થિતિ છે.

જેને આપણે એન્ટી UAC ગણી શકીએ. તેના સૂકા પવનો ગુજરાત ઉપર સિસ્ટમને આવવા માટે અનુરૂપ પરિસ્થિતિ ઉભી કરતા નથી. એટલે જ આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવ્યા બાદ ઉત્તર ભારત તરફ ફંટાઈ જશે.

25 સપ્ટેમ્બરથી ફરીથી હવામાન અસ્થિર બની શકે. તેનું મુખ્ય કારણ લોકલ પવનો ગણી શકાય. પવનની અસ્થિરતા ખાસ કરીને 25 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન દર વર્ષે જોવા મળતી હોય છે.

આ સમયગાળામાં હાથીયો નક્ષત્ર પણ બેસતો હોય છે. આ સમયગાળામાં બપોર બાદ મંડાણી વરસાદની એક્ટિવિટી જેને આપણે લોકલ ડેવલોપમેન્ટ કહીએ છીએ. આવી પરિસ્થિતિ 25 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન દર વર્ષે મોટે ભાગે રાજ્યમાં જોવા મળે છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment