રેડ એલર્ટ: આગામી 24 કલાક ભારે, ગુજરાતના 13 જિલ્લામાં એલર્ટ

WhatsApp Group Join Now

આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં આજે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાક અતિભારે વરસાદના લીધે હવામાન વિભાગે ગુજરાતમાં 13 જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.

આજે (12 તારીખે) સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ તેમજ મોરબી, રાજકોટ, જામનગર, દેવભુમી દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સિવાય આજે ભાવનગર, જુનાગઢ, પોરબંદર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહા અને દાહોદમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેમજ ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જીલ્લામાં છૂટા છવાયો હળવાથી ભારે વરસાદની આગાહી લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આવતી કાલે 13 તારીખે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર, વલસાડ, જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ આવતી કાલે ભાવનગર, અમરેલી, ભરુચ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment