હવામાન વિભાગ દ્વારા જિલ્લા વાઇસ એલર્ટ જાહેર કરવામાં આવે છે. કુદરતી પરિબળોના કારણે હવામાન વિભાગ દિવસે દિવસે પોતાની આગાહી બદલ્યા કરે છે. જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય રહે તેવી રીતે વરસાદનું એલર્ટ/આગાહી બદલાતી રહે છે.
દક્ષિણ ગુજરાતમાં ખુબ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હજી પણ આગામી થોડા દિવસો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે 12 તારીખે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
13 તારીખે નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
14 તારીખે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ પોરબંદર, જુનાગઢ, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
15 તારીખે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તથા રાજકોટ, પોરબંદર, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.