અશોકભાઈ પટેલે કરી મોટી આગાહી; 8થી 15 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

હાલમાં મેઘરાજાનો સારો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે આવતી 15મી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદના રાઉન્ડ ચાલુ જ રહેશે તેમ વેધર અનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે ગત આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદના એકથી વધુ રાઉન્ડ જોવા મળ્યા છે. હાલમાં 7 જુલાઈ સુધી વરસાદના આંકડા જોતા કચ્છમાં 16% જે નોર્મલથી વધુ સૌરાષ્ટ્ર કચ્છનું ભેગુ કરતા નોર્મલથી 3% વધુ વરસાદ પડ્યો છે. પરંતુ ગુજરાત રીઝનમાં હજુ પણ 20% વરસાદની ઘટ્ટ જોવા મળેલ છે.

આવતા દિવસોમાં આંધ્ર ઓડિશાથી ગુજરાત સુધી 3.1 કિમી સુધી બહોળું ર્સર્ક્યુલેશન જોવા મળશે. અમુક દિવસે ઈસ્ટ વેસ્ટ સિઅરઝોન જે ગુજરાત નજીકથી ઓડીશા સુધી જોવા મળશે. આ સિવાય 4.5 કિમી અને 5.8 કીમીના લેવલે અમુક દિવસે તેના ગુજરાત રાજ્યના ફાયદો આપી શકે છે. આવા વિવિધ પરિબળોના લીધે સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાતમાં વરસાદના રાઉન્ડ 15 જુલાઈ સુધી ચાલુ રહેશે.

અશોકભાઈ પટેલે તારીખ 8 થી 15 જુલાઈ સુધીની આગાહી કરતા જણાવ્યું છે કે, આગાહી સમયમાં સૌરાષ્ટ્ર, કચ્છ-ગુજરાતમાં વરસાદ રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં એકથી વધુ રાઉન્ડ આવી શકે છે.

ગુજરાતના પ્રથમ 33% વિસ્તારમાં આગાહી સમય દરમિયાન 35 મીમી સુધીની શક્યતા છે. બીજા 33% વિસ્તારમાં ઘણા દિવસે વરસાદની શક્યતા આગાહી સમય દરમિયાન 35 મીમીથી 65 મીમી સુધી તથા ત્રીજા 33% વિસ્તારમાં આગાહી સમય દરમિયાન ઘણા દિવસ વરસાદની શક્યતા 62 મીમીથી 125 મીમી તેમજ અતિ ભારે વરસાદના સેન્ટરોમાં 200 ml ને પણ વધુ વરસાદ થવાની શક્યતા છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment