જુનાગઢ વર્ષા વિજ્ઞાન; બે તબક્કામાં થશે વાવણી, 2023ના ચોમાસાને લઈને મોટાં તારણો

WhatsApp Group Join Now

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન પરિષદનો 29મો સેમિનાર યોજાયો હતો. આ 29માં સેમિનારમાં 56 જેટલા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના વિદ્વાનો એકત્રિત થયા હતા.

આ સેમિનાર ઉપર સમગ્ર રાજ્યની નજર હોય છે કેમકે, આ સેમિનારમાં આવનારા ચોમાસા અંગેના બધા આગાહીકારોના કેવા અનુમાન આવતા હોય જેથી આવનારા ચોમાસાનું ચિત્ર સ્પષ્ટ બનતું હોય છે.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન સાથે છેલ્લા 27 વર્ષથી સંકળાયેલા પી.જી. હરીયાણીના અનુમાન મુજબ આ વર્ષે વનસ્પતિની ખીલવણી ઉપરાંત આ વખતે ઝાકળનું પ્રમાણ ઓછું રહ્યું હતું. એ મુજબ સૌરાષ્ટ્રમાં 40થી 45 ઈંચ વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

પોરબંદર જિલ્લાના ભીમાભાઇ ઓડેદરાએ પશુ-પક્ષીઓની ચેષ્ટા ઉપરથી આગાહી કરતા એવું જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસું મોડું રહેશે, વરસાદ ખેંચાશે, વરસાદ સમયસર થશે પણ વરસાદની ખેંચ રહેશે. તોફાની વરસાદ થશે. ચોમાસામાં 10થી 12 આની વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.

29માં વર્ષા વિજ્ઞાનના સેમિનારનું તારણ જોઈએ તો, જુલાઈ મહિનાના અંતમાં હેલીનો માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદનો પ્રથમ તબક્કો જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં અને બીજો તબક્કો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં થાય એવું તારણ નીકળ્યું છે.

જુલાઈ મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં અતિવૃષ્ટિ અને હેલી જેવું વાતાવરણ જોવા મળશે. જ્યારે ઓક્ટોબર મહિનાના અંતમાં ચોમાસું વિદાય લે એવી સંભાવનાઓ રહેશે.

આ વર્ષે રાજ્યમાં બે તબક્કામાં વાવણી થશે અને વર્ષ 11 આની જેવું રહેશે. ગુજરાતમાં આ ચોમાસે 53 દિવસ વરસાદ થશે. 12 જુલાઈથી 21 જુલાઈ વચ્ચે અતિવૃષ્ટિ થશે. જ્યારે 12 ઓગષ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હેલીની શક્યતા રહેશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment