આગોતરું એંધાણ/ વરસાદનો નવો રાઉન્ડ ક્યારે? ઉપરા ઉપરી સિસ્ટમ બનશે…

WhatsApp Group Join Now

ટુંક સમયમાં ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે એવામાં ઓગસ્ટ મહિનામાં ચોમાસુ કેવુ રહેશે? ઓગસ્ટ મહિનો વરસાદ માટે સારો રહેશે કે નબળો રહેશે? બંગાળની ખાડીમાં સિસ્ટમ કેવી બનશે? તો અહીં આપણે આ અંગેની તમામ માહિતી વિગતવાર મેળવીશું.

કહેવાય છે કે જુલાઈ મહિનો ખૂબ નબળો જાય તો ચોમાસું નબળું થાય તેવી શક્યતાઓ વધી જતી હોય છે, જોકે આ વર્ષે જુલાઈ મહિનામાં લગભગ ગુજરાતના તમામ વિસ્તારોમાં સારો વરસાદ થઇ ગયો છે. ખૂબ જ ઓછા એવા વિસ્તારો છે જ્યાં નોર્મલ કરતાં થોડો ઓછો વરસાદ છે. મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ અથવા નોર્મલથી વધુ વરસાદ નોંધાયો છે.

ઓગસ્ટ મહિનાના આગોતરા એંધાણની વાત કરીએ તો મહિનાની શરૂઆતથી એટલે કે 1લી ઓગસ્ટથી જ ઝાપટાના પ્રમાણમાં ફરીથી થોડો વધારો થઈ શકે. 4 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ બનવાનું શરૂ થઈ શકે છે. 4, 5 અને 6 તારીખ સુધીમાં ઓરીસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારોમાં આ સિસ્ટમ બની જશે.

3 અને 4 ઓગસ્ટ પછી ચોમાસું ફરીથી સક્રિય થતું જોવા મળશે. 6 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીની સિસ્ટમથી 700hpa ની એક સરકયુલેશન ગુજરાત સુધી છવાઈ શકે છે. આમ, 6 કે 7 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. 6 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં હળવો, મધ્યમ વરસાદ અને અમુક સ્થળોએ ભારે વરસાદ પણ નોંધાય શકે છે. એકાદ બે સ્થળોએ અતિ ભારે વરસાદ પણ નોંધાય શકે છે.

ઓગસ્ટ મહિનાની 22 તારીખ સુધીમાં એટલે કે ત્રીજા અઠવાડિયા સુધીમાં બંગાળની ખાડીમાં બેથી ત્રણ જેટલી સિસ્ટમ આકાર લઈ શકે છે અને સતત સર્ક્યુલેશન છવાયેલું રહી શકે છે. જે બંગાળની ખાડીથી લઈને ગુજરાત સુધી છવાયેલું રહી શકે છે જેને લીધે ચોમાસુ સક્રિય રહી શકે છે.

આ સિસ્ટમ પૈકી કોઈ સિસ્ટમ વધુ મજબૂત બની જાય તો વધુ વરસાદ પણ પડી શકે છે. ઓગસ્ટ છેલ્લા અઠવાડિયા સુધી પણ આ વરસાદ લંબાઈ શકે છે. જોકે તેમાં ઘણો સમય છે તેથી તેમાં મોટો ફેરફાર પણ થઈ શકે છે. નેગેટિવ ફેરફાર નહીં થાય તો ઓગસ્ટ મહિનાની 22 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલુ રહી શકે અને ઓગસ્ટ મહિનો ટૂકમાં એક નોર્મલ વરસાદ સાથે પૂરો થઈ શકે છે.

ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે જેમાં પરિબળોને આધારે ફેરફારો થઈ શકે છે. હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment