બંગાળની ખાડીમાં લો-પ્રેશર/ સિસ્ટમ ક્યારે બનશે? વરસાદની ગતિવિધિ ક્યારે વધશે?

અરબ સાગરમાં જે સિસ્ટમ બની હતી તે સિસ્ટમ મજબૂત બનીને લો પ્રેશરમાં બનીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતાઓ હતી. અરબ સાગરમાં બનેલી આ સિસ્ટમ ખુબ વધારે મજબુત થઈને પશ્ચિમ દીશા તરફ ધકેલાય ગઈ હતી. હવામાન વિભાગે ગઈ કાલે ઉત્તર ગુજરાતના થોડાક વિસ્તાર સિવાય આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયુ તેમ જણાવ્યું હતુ.

જો આ સિસ્ટમ થોડી નબળી રહી હોય તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટો લાભ આપે તેવી શક્યતાઓ હતી. અરબ સાગરમાં બનેલ આ સિસ્ટમનો લાભ ગુજરાતને ન મળ્યો, જેના કારણે ગઈ કાલે વરસાદની પરિસ્થિતિ નબળી પડી ગઈ હતી. તેમજ આવતા બે-ત્રણ દિવસો વરસાદની ગતિવિધિ થોડી મંદ રહે તેવી શક્યાતાઓ છે.

અરબ સાગરમાં બનેલી આ સિસ્ટમથી તોફાની પવન ભારે વરસાદ થવાની સંભાવનાને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બંદરો જાફરાબાદ અને ભાવનગરમાં ત્રણ નંબરના સિગ્નલ પણ લાગ્યા છે. પરંતુ આ સિસ્ટમ વધુ મજબુત બનીને પશ્ચિમ દીશા તરફ ચાલી ગઈ હતી.

ચોમાસાનું એક મહત્વનું પરિબળ ગણાતું MJO સક્રિય થશે. આ પરિસ્થિતિની અનુસંધાને આ સપ્તાહના અંતમાં ચોમાસું સક્રિય થશે અને આવતા અઠવાડીયે પણ ચોમાસું સક્રિય રહેશે. જ્યારે MJO ફેસ 3 માં આવે છે, ત્યારે મુખ્યત્વે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બને છે.

આમ, બે ત્રણ દીવસના વિરામ પછી વરસાદી માહોલ જામશે, ચોમાસાનું મુખ્ય પરીબળ MJO સક્રીય થશે અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમો બનશે.

નોંધ: આ હાલના વેધર મોડેલ પ્રમાણેનું અનુમાન છે. વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

આવી વધારે માહિતી મેળવવા અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *