ચોમાસું વિદાય ક્યારે લેશે? સામે આવ્યાં મોટાં સંકેતો!

હાલ જે સિસ્ટમથી વરસાદ આવી રહ્યો છે તે સિસ્ટમ હવે ગુજરાતની ઘણી દૂર ઉત્તર ભારતમાં ધકેલાઈ ચૂકી છે. પરંતુ સિસ્ટમના ટ્રફથી આજે ખાસ કરીને રાજ્યમાં વરસાદની એક્ટિવિટી સારી જોવા મળશે.

આવતીકાલે પણ આ સિસ્ટમની અસર જોવા મળશે. આવતીકાલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની બાદબાકી થઈ શકે છે. આ સાથે જ ચોમાસાના વિદાયના સંકેતો ઉત્તર રાજસ્થાનમાં જણાઈ રહ્યા છે. કારણ કે ચુરૂ ડિસ્ટ્રિક્ટની આજુબાજુના વિસ્તારમા આવનારા 4થી 5 દિવસનું અનુમાન જોઈએ તો, અપર લેવલે ભેજની માત્રા સાવ નહિવત જોવા મળી રહી છે.

અપર લેવલે જ્યારે ભેજનું પ્રમાણ ઘટે છે ત્યારે હવામાન સુકું બનતું જાય છે. એટલે કે ભેજ રહિત બનતું જાય છે. મિત્રો આગામી 4થી 5 દિવસ દરમિયાન ઉત્તર રાજસ્થાનના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લે એવા સંકેતો જોવા મળી રહ્યા છે.

જોકે 18 સપ્ટેમ્બરથી રાજ્યમાં અપર લેવલે ભેજનું પ્રમાણ ઘટી જશે એટલે 17 તારીખથી વરાપનો માહોલ ગણી શકાય જોકે હવામાનના બંને મોડલોમાં વરસાદ બાબતે મોટો મતભેદ જણાઈ રહ્યો છે.

કેમ કે GFS મોડલમાં 17 તારીખથી રાજ્યમાં વરસાદની એક્ટિવિટી નીલ થઈ જાય છે. જ્યારે યુરોપિયન મોડલમાં હજુ વરસાદની શક્યતા આ મોડલ દર્શાવી રહ્યું છે. પરંતુ ચોમાસાની વિદાયની વાત કરીએ તો, આ મહિનાના અંતમાં કદાચ ઉત્તર ગુજરાતના અમુક ભાગો તેમજ ઉત્તર કચ્છના ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે.

હાલ આપણી નજર રાજસ્થાનના ઉતરી ભાગો ઉપર છે. કેમકે ચોમાસાની વિદાયની શરૂઆત ત્યાંથી થતી હોય છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *