નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1575, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

નવી મગફળીની આવકો નિયમીત શરૂ થઈ ગઈ છે, પંરતુ હજી જોઈએ એટલી વધતી નથી. બીજી તરફ દાણાનાં ભાવમાં ટને રૂ. 500થી 1000નો વધારો થયો હોવાથી સરેરાશ મગફળીની બજારમાં મજબૂતાઈ હતી.

મગફળીનાં બ્રોકરો કહે છે કે, હાલનાં તબક્કે બજારમાં મજબૂતાઈ છે. નવી મગફળીની આવકો આ વર્ષે કટકે-કટકે જ આવશે. નવરાત્રી દરમિયાન વરસાદ નહીં આવે તો થોડો પ્રવાહ વધશે, પંરતુ મોટી આવકો દિવાળી આસપાસ કે તેનાં પછી જ ચાલુ થાય તેવી ધારણાં છે. સરકાર લાભ પાંચમથી ટેકાનાં ભાવથી ખરીદી શરૂ કરવાની છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 21/09/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 1571 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1347 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 11206 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 920થી 1376 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 21/09/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 1429 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1110થી 1380 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 1783 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1476 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/09/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1451 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1575 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 21/09/2022, બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1101 1347
અમરેલી 981 1346
કોડીનાર 904 1134
સાવરકુંડલા 1000 1324
જેતપુર 781 1321
પોરબંદર 1000 1100
વિસાવદર 863 1341
મહુવા 780 1280
ગોંડલ 920 1376
કાલાવડ 1100 1270
જુનાગઢ 900 1218
ભાવનગર 1100 1225
માણાવદર 1450 1451
હળવદ 1080 1418
ભેસાણ 910 1090
દાહોદ 1100 1240

 

 ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 21/09/2022, બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1110 1380
અમરેલી 971 1260
કોડીનાર 850 1144
સાવરકુંડલા 800 1230
જસદણ 1070 1333
મહુવા 1178 1200
ગોંડલ 1000 1476
કાલાવડ 1200 1370
જામજોધપુર 1000 1180
ઉપલેટા 1100 1150
જેતપુર 871 1326
તળાજા 822 921
રાજુલા 1000 1001
મોરબી 1111 1175
બાબરા 980 1000
ખંભાળિયા 1000 1168
ધ્રોલ 1020 1420
હિંમતનગર 1020 1575
ઇડર 1100 1330

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment