મગફળીની બજારમાં ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં બાંટવા, માણાવદર સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જામનગરના કેટલાક ગામડામાં હજી વરસાદની જરૂર પણ છે. પરિણામે થોડો- થોડો વરસાદ આવે તો મગફળીનાં પાકને કોઈ નુકસાનકર્તા નથી. ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ હોવાથી હવે બહુ ભારે વરસાદ પડે તેવી પણ સંભાવનાં નથી, જેને પગલે મગફળીનો પાક સરેરાશ હવે સારો થાય તેવી ધારણાં છે.
મગફળીનાં વેપારીઓ કહે છે કે ગોંડલમાં નવી આવકો હજી બંધ છે અને ગુરૂવારે સાંજે પાંચ વાગ્યાંથી નવી આવકો શરૂ કરવાના છે. નવી આવકો એક લાખ ગુણી ઉપરની જ થાય તેવી ધારણાં છે. હાલ સુકા માલની આવકો ઓછી છે, પરિણામે સુકો માલ કેટલો આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 28/09/2022 ને બુધવારના રોજ હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 17213 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1001થી 1474 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 24020 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 850થી 1336 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 28/09/2022 ને બુધવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5220 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1031થી 1425 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 11030 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1639 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/09/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1474 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1639 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 28/09/2022 બુધવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1000 | 1348 |
| અમરેલી | 780 | 1241 |
| કોડીનાર | 811 | 1121 |
| સાવરકુંડલા | 950 | 1196 |
| જેતપુર | 861 | 1291 |
| વિસાવદર | 863 | 1351 |
| મહુવા | 821 | 1265 |
| ગોંડલ | 850 | 1336 |
| જુનાગઢ | 1000 | 1351 |
| જામજોધપુર | 900 | 1250 |
| માણાવદર | 1450 | 1451 |
| તળાજા | 1050 | 1276 |
| હળવદ | 1001 | 1474 |
| જામનગર | 900 | 1180 |
| ભેસાણ | 900 | 1140 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 28/09/2022 બુધવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1050 | 1360 |
| અમરેલી | 700 | 1052 |
| કોડીનાર | 831 | 1301 |
| સાવરકુંડલા | 980 | 1266 |
| જસદણ | 900 | 1225 |
| મહુવા | 800 | 1218 |
| ગોંડલ | 950 | 1366 |
| જુનાગઢ | 1000 | 1355 |
| જામજોધપુર | 900 | 1365 |
| ઉપલેટા | 870 | 1250 |
| ધોરાજી | 806 | 1176 |
| વાંકાનેર | 1025 | 1375 |
| જેતપુર | 821 | 1301 |
| તળાજા | 900 | 1210 |
| ભાવનગર | 951 | 1316 |
| રાજુલા | 1060 | 1061 |
| મોરબી | 1054 | 1284 |
| જામનગર | 1000 | 1280 |
| બાબરા | 965 | 1025 |
| ધારી | 1050 | 1130 |
| ખંભાળિયા | 900 | 1125 |
| પાલીતાણા | 1060 | 1155 |
| લાલપુર | 605 | 951 |
| ધ્રોલ | 1100 | 1182 |
| હિંમતનગર | 1200 | 1639 |
| પાલનપુર | 1051 | 1380 |
| તલોદ | 1267 | 1511 |
| મોડાસા | 1100 | 1500 |
| ડિસા | 1031 | 1425 |
| ઇડર | 1100 | 1583 |
| ભીલડી | 1125 | 1250 |
| દીયોદર | 1050 | 1250 |
| વડગામ | 1001 | 1234 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










