નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1680, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીનાં ભાવમાં મજબૂતાઈ યથાવત છે. નવી મગફળીની આવકો હવે વધીને દૈનિક એવરેજ 80 હજાર ગુણીથી એક લાખ ગુણી વચ્ચે આવી રહી છે, પંરતુ બીજી તરફ ઘરાકી પણ સારી છે. સુકો માલ બહુ ઓછો આવે છે, પરિણામે સારા માલમાં લેવાલી સારી છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, વર્તમાન સંજોગોમા બજારમાં સારા માલમાં ભાવ ઘટશે નહીં. આગામી બે-પાંચ દિવસમાં નવી મગફળીની આવકો કેટલી થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. ગોંડલમાં શુક્રવારે નવી આવકો કેટલી થાય છે? તેનાં ઉપર પણ બજારનો આધાર રહેલો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 29/09/2022 ને ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6571 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 920થી 1321 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 28306 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1376 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 29/09/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5210 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1031થી 1440 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12770 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1680 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/09/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1451 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1680 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 29/09/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ9201321
અમરેલી8001258
કોડીનાર8001000
સાવરકુંડલા9001171
જેતપુર8651290
વિસાવદર8551331
મહુવા9001168
ગોંડલ8251376
કાલાવડ12001430
જુનાગઢ10001321
જામજોધપુર9501281
માણાવદર14501451
તળાજા9151201
જામનગર9001190
ભેસાણ9001180
દાહોદ11001240

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 29/09/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ9301350
અમરેલી9131100
કોડીનાર8221332
સાવરકુંડલા9251081
જસદણ8001300
મહુવા9441193
ગોંડલ9001421
કાલાવડ10501398
જુનાગઢ9501266
જામજોધપુર9501306
ઉપલેટા8501290
ધોરાજી9061156
વાંકાનેર10201351
જેતપુર8201310
તળાજા10311032
ભાવનગર10801229
રાજુલા710876
મોરબી9001264
જામનગર10001311
ધારી8501000
ખંભાળિયા8501071
લાલપુર11851186
ધ્રોલ10501141
હિંમતનગર12001680
પાલનપુર11001374
તલોદ13321551
મોડાસા11001500
ડિસા10311440
ઇડર11001579
ભીલડી11111211
દીયોદર11001200
ઇકબાલગઢ12901366
સતલાસણા11001101

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment