નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1680, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીનાં ભાવમાં મજબૂતાઈ યથાવત છે. નવી મગફળીની આવકો હવે વધીને દૈનિક એવરેજ 80 હજાર ગુણીથી એક લાખ ગુણી વચ્ચે આવી રહી છે, પંરતુ બીજી તરફ ઘરાકી પણ સારી છે. સુકો માલ બહુ ઓછો આવે છે, પરિણામે સારા માલમાં લેવાલી સારી છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, વર્તમાન સંજોગોમા બજારમાં સારા માલમાં ભાવ ઘટશે નહીં. આગામી બે-પાંચ દિવસમાં નવી મગફળીની આવકો કેટલી થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. ગોંડલમાં શુક્રવારે નવી આવકો કેટલી થાય છે? તેનાં ઉપર પણ બજારનો આધાર રહેલો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 29/09/2022 ને ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6571 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 920થી 1321 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 28306 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1376 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 29/09/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5210 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1031થી 1440 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12770 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1680 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/09/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1451 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1680 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 29/09/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 920 1321
અમરેલી 800 1258
કોડીનાર 800 1000
સાવરકુંડલા 900 1171
જેતપુર 865 1290
વિસાવદર 855 1331
મહુવા 900 1168
ગોંડલ 825 1376
કાલાવડ 1200 1430
જુનાગઢ 1000 1321
જામજોધપુર 950 1281
માણાવદર 1450 1451
તળાજા 915 1201
જામનગર 900 1190
ભેસાણ 900 1180
દાહોદ 1100 1240

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 29/09/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 930 1350
અમરેલી 913 1100
કોડીનાર 822 1332
સાવરકુંડલા 925 1081
જસદણ 800 1300
મહુવા 944 1193
ગોંડલ 900 1421
કાલાવડ 1050 1398
જુનાગઢ 950 1266
જામજોધપુર 950 1306
ઉપલેટા 850 1290
ધોરાજી 906 1156
વાંકાનેર 1020 1351
જેતપુર 820 1310
તળાજા 1031 1032
ભાવનગર 1080 1229
રાજુલા 710 876
મોરબી 900 1264
જામનગર 1000 1311
ધારી 850 1000
ખંભાળિયા 850 1071
લાલપુર 1185 1186
ધ્રોલ 1050 1141
હિંમતનગર 1200 1680
પાલનપુર 1100 1374
તલોદ 1332 1551
મોડાસા 1100 1500
ડિસા 1031 1440
ઇડર 1100 1579
ભીલડી 1111 1211
દીયોદર 1100 1200
ઇકબાલગઢ 1290 1366
સતલાસણા 1100 1101

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment